Sunday, May 4, 2014

લોકો નિયોજન કરવામાં નિષ્ફળ કેમ જાય છે ?
હવે આપણે  આ લોકો નિયોજન કરવામાં નિષ્ફળ કેમ જાય છે તે જોઈએ.
  •  સૌપ્રથમ લોકો બચતનું મહત્વ સમજવામાં નિષ્ફળ જાય છે અને તેથી નિયોજન શા માટે કરવું જોઈએ  અને કઈ રીતે કરવું જોઈએ તે સમજવામાં તેઓં  નિષ્ફળ જાય છે.
  • ચોક્કસ લક્ષ્યો અને હેતુઓંનો  અભાવ હોય છે. તેઓં  ભવિષ્ય માં શું કરવાનું છે તે જાણતા નથી. બલકે  , તેમણે તે વિશે વિચારેલું પણ હોતું નથી. તેઓં  નિવૃતિના સમયે 20 વર્ષ પછી કેટલા નાણાની  જરૂર પડશે તે વિશે  ક્યારેય વિચારતા નથી.                                                                                                   તમે નાના હતા ત્યારે બસ ભાડું કેટલું હતું તે જરા યાદ કરો ? 5 પૈસા કે 10 પૈસા કે 50 પૈસા? જો તે સમયે તમને કોઈકે કહ્યું હોત કે આજે તે ભાડું રૂ.12 થઇ જશે તો તમે તેને બેવકુફમાં કાઢ્યા હોત ! જો કે આજે તે હકીકત છે. આથી 20 વર્ષ પછી તે ભાડું રૂ. 100 થઇ જશે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. હાલમાં રૂ.12 બચાવવા માટે તમે પગપાળા ચાલવાનું પસંદ કરી શકો છો , પરંતુ 65-70 વર્ષની ઉંમરે રૂ. 100 બચાવવા માટે તમારી પાસે તેટલી શારીરિક શક્તિ નહી હોય. હવે એ વિચારો કે તમારા રોકાણો શું પૂરતા છે?
  • અમુક લોકોને નિવૃત્તિ માટે નિયોજનનું મહત્વ સમજાતું નથી. આથી તેઓં  પોતાની સમજ સાથે તેનું નિયોજન કરે છે. બજારમાં ઘણીબધી રોકાણ ક્ષિતિજો છે, જે નીચા થખી લઈને ઉચ્ચ સુધી તમને વળતરો પુરા પાડી શકે છે. જો કે મારો પ્રશ્ન એ છે કે શું તે ખરેખર ભરોસાપાત્ર રોકાણો છે. તમે જયારે પણ નાણાં રોકાણો કરો ત્યારે એક વણલખ્યો નિયમ જરૂર યાદ રાખવો. રોકાણ મૂડીની બાયધરી આપે છે કે નહી તે જાણી  લેવું જોઈએ. એક અહેવાલ અનુસાર લોકો આસાનીથી નાણાં  કમાવા અને ઉચ્ચ  વળતરો કમાવાની લાલચમાં બોગસ યોજનાઓમાં નાણાંનું રોકાણ કરે છે તેને લીધે રૂ. 65,000 કરોડથી વધુ  રકમ તેઓં  ગુમાવે છે. 
  • લોકોમાં એક બાબત સર્વસામાન્ય રીતે દેખાય છે. તેઓં  રોકાણ મોકૂફ રાખે છે અને બહાનું  કરીને ટાળે  છે. બધીજ બાબતોનું મોકૂફ રાખવાનું તે લોકોનો સ્વભાવ હોય છે. આને લીધે તેઓં  નિયોજન કરવામાં નિષ્ફળ જાય છે. તેમને તેનું મહત્વ સમજાય છે ત્યારે બહુ મોડું થઇ ગયેલું હોય છે. લોકો સારી  પળો માટે વાટ  જોતા હોય છે , જે ક્યારેય આવતી નથી. દરેક વ્ય જૂથ વીમો શા માટે નથી લેતા તેના જુદા જુદા કારણો  આપે છે. અમુક સામાન્ય કારણો  અહી નીચે આપ્યા છે :
  1.   ઉંમર 20-27 : મેં હમણાં જ નોકરી શરુ કરી છે. મોર પગાર પુરતો નથી. કમાણી શરૂ  થતા જ હું બચત શરૂ કરીશ.
  2.  ઉંમર 28-35 : મારા લગ્ન હમણાં જ થયા છે. મારી જવાબદારી વધી છે. મારી પાસે બચત કરવા માટે પૂરતા નાણાં  નથી.
  3.  ઉંમર 36-47 : અમારી આવકમાંથી પુરતી આવક અમારા બાળકના શિક્ષણ  અને અમારી કૌટુંબિક
    જવાબદારી ઓં પાછળ ખર્ચાય છે, જેથી હવે વીમો લેવા માટે અમારી પાસે નાણાં નથી.
  4. ઉંમર 48-58 :અમારા બાળકો હવે મોટા થયા છે. તેમના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે અમને નાણાં ની જરૂર છે. અમારી પાસે હવે નાણાં  નથી.
  5. ઉંમર 59-70 અને વધુ : મારી પાસે હવે કશું જ નથી. મેં 20 વર્ષ પૂર્વે બચત નહી કરી ને મોટી ભૂલ કરી છે. હવે મને તેનું મહત્વ સમજાયું છે. શું હવે મારે માટે તમારી પાસે કોઈ નિયોજન છે.
           તમને તેનું મહત્વ સમજાય છે ત્યાર સુધી બહુ  મોડું થઇ ગયેલું હોય છે. આથી બચત શરુ કરવા માટે સૌથી તરફેણજનક દિવસ કયો છે? આજે અને હમણાં જ!
            સમસ્યાઓ તો જીવનમાં રહેવાની જ છે. સમસ્યાઓ આપણા  જીવનના છેલ્લા શ્વાસ સુધી ચાલુ રહેવાની છે. હું સામાન્ય રીતે  આ વિષય સમજાવું છું.તે વાર્તા  નીચે મુજબ છે :
            એક ગામમાં એક માનવી પાસે 10 ઊટ  હતા. તેણે  તેની સંભાળ રાખવા માટે એક માણ્સને રોક્યો હતો. તેણે  સુચના આપી , તારે આ ઉટોની  દેખભાળ કરવાની છે. આ ઊટ  સુઈ જશે ત્યારે જ તમે સુઈ શકશો એ યાદ રાખવું. આ કામ કેટલું આસન છે એવું સમજીને પેલો માણસ  તો કામ કરવા માટે તૈયાર થઇ ગયો. તેણે  આખો દિવસ ઉટની  દેખભાળ કરી. તે થાકેલો હતો અને હવે ઉટ  સુઈ જાય તેની વાટ  જોતો હતો. જો કે પહેલા દિવસે એકેય ઊટ  સુતો નહી. બીજા રાત્રે અમુક ઊટ  સુઈ ગયા, જયારે અમુક સુતા નહી. બિચારા પેલા માણસે  બે દિવસ ઉજાગરા કર્યા. ત્રીજી રાત્રે એક સિવાયના  સર્વ ઊટ  સુઈ ગયા. તે ઊટ  પાસે ગયો અને કહ્યું, વ્હાલા , મહેરબાની કરી સુઈ જા. હું ગત ત્રણ રાત થી સુતો નથી. કૃપયા મારી તરફેણ કર. તેને તેના ગળા  પર હાથ ફેરવ્યો. ઉટના  ગળાનું ઘંટ  વાગતા જ અન્ય ઊટ  પણ જાગી ગયા. તેના સર્વ પ્રયાસ નિષ્ફળ ગયા. આખરે તેણે  અગાઉ આ ઊટોની  દેખભાળ કરતા માણસનો સંપર્ક  કરીને તેને પૂછ્યું તું આ ઉટોની  દેખભાળ કઈ રીતે કરતો હતો. તેને હસીને જવાબ આપ્યો , હું ક્યારેય ઉટોના  સુવાની વાટ  જોતો ન હતો માલિક જતો રહે એટલે હું  પણ જઇને  સુઈ જતો.
                વાર્તાનો સાર એ છે કે સમસ્યા ક્યારેય સમાપ્ત થવાની નથી. તે ઊટો  જેવી છે. એક સુઈ શકે પરંતુ બીજો જાગી શકે છે. તમારી પાસે 100 સમસ્યા હોઈ શકે ,પરંતુ સર્વ 100 સમસ્યા ક્યારેય સુઈ નહી જાય. આથી  સર્વ સમસ્યાઓ સુઈ જાય તેની વાટ  જોતા નહી. તેને બદલે  આ સમસ્યામાંથી બહાર  આવવાનો પ્રયાસ કર.
  • તે લોકોને કોઈએ જ નિયોજન  કરો અને તાત્કાલિક પગલાં  ભરવા માટે કોઈએ સમજાવ્યા નહી હશે તેથી જ તેઓ નિયોજન કરવામાં નિષ્ફળ ગયા હશે. અમુક વાર કૃત્ય કરવા માટે કોઈકે આગ્રહ કરવાની જરૂર હોય છે અને અમુક વાર ફરજ પાડવાની જરૂર હોય છે. 
  એક રાજા હતો. તેને વ્હાલી પુત્રી હતી. પુત્રી માટે અનુરૂપ વર શોધવા માટે તેને આખા શાસનમાં જાહેર કરી કે ગામની બિહામણી નદી જે પાર કરશે તેની સાથે હું મારી પુત્રીને પરણાવીશ.
  બીજા દિવસે નદી કિનારે આ ઐતિહાસિક પળ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થી ગયા. ઢોલનગારા થી વાતાવરણ ગુંજી ઊઠયું હતું. લોકો નદીમાં ઝંપલાવી ને તરી કાઢી રાજકુમારીને કોણ જીતશે તે જોવા અને જાણવા માટે ઉત્સુક હતા. જોકે તેમની નિરાશા વચ્ચે કોઈએજ આવી હિમત નહી બતાવી. એક કલાક..... બે કલાક..... કોઈ વ્યકિત નદીમાં કુદવા માટે તૈયાર નહી થઈ. વાતાવરણમાંથી રોમાંચમાંથી  જાણે હવા જ નીકળી ગઈ. નદીનો પ્રવાહ એટલો હિસક હતો અને તેમાં એટલા બધા મગરમચ્છ હતા કે ગમે તેટલો નિષ્ણાત તરવૈયો તેમાં ઝંપલાવે  તોય બહાર નહી આવી શકે. જો કે આવા સંજોગો માં પણ એક છોકરાએ ઝંપલાવી દીધું ત્યારે ફરી વાતાવરણમાં ઉત્સુકતા જાગી. ઢોલ - વાજિંત્રો થી ફરી વાતાવરણ માં ગુંજી ઉઠ્યું.   જોતજોતામાં તે યુવાને આ બિહામણી નદી પાર કરી. રાજાના દરબારીઓએ તેનું સ્વાગત કર્યું. તેને શાહી હાથી પર બેસાડ્યો અને શાહી સરઘસ કાઢવામાં આવ્યું હતું. લગ્ન માટે સુંદર મંડપ તૈયાર હતો. તે યુવાન ગામનો જ એક ભોળોભાળો  છોકરો હતો. તે બીકણ  હતો છતાં તે બહાદુરીપૂર્વક  આ બિહામણી નદી કઈ રીતે પાર કરી શક્યો એવું સૌ કોઈ વિચારવા લાગ્યા.
  આખરે એક મિત્રે તેની પાસે જઇને  આ વિશે પૂછ્યું , તારા જેવા બીકણ  પાસે આટલું બધું સાહસ ક્યાંથી આવ્યું? તે તેની નિકટ ગયો અને કહ્યું , સૌપ્રથમ તે ભૂલી જા અને મને નદીમાં ધક્કો મારનારી વ્યક્તિને શોધી કાઢ.
  જો તમે રાજકુમારી ( તમારું  લક્ષ્ય ) હાંસલ કરવા માંગતા હો તો તમને પણ આ રીતે જ કોઈકે મારવાની જરૂર છે.  તમારો સાથી , તમારા કુટુંબી સભ્યો, તમારા મિત્ર પણ તે હોઈ શકે છે. આ જ રીતે તમારા L.I.C.  ગ્રાહકોને પણ ધક્કો મારવાની જરૂર છે,જેના વિના તેમના નાણાકીય લક્ષ્યો હાસલ નહી થાય.

   : તમે જેટલી વાટ  જોશો તેમ તમારો માર્ગ વધુ શ્રમિક ,તીક્ષ્ણ અને કઠોર બનતો જશે:
  તો પ્રતિબંધાત્મક પગલા લેવા માટે યોગ્ય સમય કયો છે? તે હમણાં જ છે. આપણા  દેશમાં જ્યેષ્ઠ (SENIUR)  નાગરિકો ની સ્થિતિ કેટલી ખરાબ છે તે આપણે  જાણીએ છીએ. આથી જ આજથી જ પ્રતિબંધાત્મક પગલા લેવાનું શરુ કરો. તમે જેટલા વહેલા પગલા લેશો તેટલું તમારું સીડી ચઢવાનું અને લક્ષ્ય હાસલ કરવાનું આસાન બની જશે.
  હવે નિવૃત્તિ દરમિયાન આ નાણાકીય આઝાદી કઈ  રીતે હાંસલ  કરવી? યાદ રાખો , તમારી પાસે નાણાકીય આઝાદી હશે તો જ તમે તમારા કુટુંબ પર બોજ બન્યા વિના જીવી શકશો અને માનસિક અત્યાચારથી પોતાને  બચવી શકશો.
                   આ લક્ષ્ય હાંસલ  કરવા માટે તમારે ચાર પગલા વિશેષ ધ્યાનમાં રાખવા જોઈએ :  
 
 પગલું 1 : તમારું નાણાકીય લક્ષ્ય સ્થાપિત કરો.

       તમારા નાણાકીય નિયોજનમાં આ અત્યંત મહત્વપૂર્ણ પગલું છે. તમારું નાણાકીય લક્ષ્ય શું છે તે નક્કી કરો? ભવિષ્યમાં તમને ક્યાં કારણો માટે નાણાં  જરૂર પડશે અને તે સમયે તમારી ઉમર કેટલી હશે તેની યાદી તૈયાર કરો. ઉપરાંત આ લક્ષ્ય હાંસલ  કરવા માટે તમને કેટલા વર્ષ જોઇશે તે પણ  લખી રાખો તમારું લક્ષ્ય કશું  પણ હોઈ શકે, જેમાં કારની ખરીદી , લોનની જવાબદારીથી મુક્ત થવું , બાળકનું શિક્ષણ , લગ્ન , વિશ્વ સફર , આલીશાન નિવૃત્તિ જીવન જીવવું , ધર્માદા વગેરે.
પગલું 2 : પ્રાધાન્યતા બનાવો.
 
       તમારું નાણાકીય લક્ષ્ય સ્પષ્ટ થાય એટલે પ્રાધાન્યતાના ધોરણે  તેની ગોઠવણી કરો. યાદીમાં તમારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ લક્ષ્ય કયું છે તે લખો. ઉપરાંત તે હાસલ કરવા માટે આવશ્યક સમયગાળો પણ વિચારણામાં લો. આ પછી બીજું સૌથી મહત્વપૂર્ણ લક્ષ્ય લખો. હવે જો અન્ય મહત્વપૂર્ણ લક્ષ્યોને અસર થતી હોય એવું લાગે તો સૌથી ઓછા મહત્વપૂર્ણ લક્ષ્યને તેમાંથી બાકાત કરી નાખો.
પગલું 3 : પગલા લો 

       હવે તમારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ લક્ષ્ય કયું છે અને તે માટે તમને આશરે કેટલા નાણાંની  આવશ્યકતા રહેશે તે તમે જાણી  ગયા છો. હવે પગલા લેવાનો સમય છે. દાખલા તરીકે જો તમારી ઉમર 30 હોય અને તમારી પાસે નિવૃત્તિ સમયે  મોટા ભંડોળનું તમારું લક્ષ્ય હોય તો ઈચ્છિત રકમ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થવા માટે આજે તમારે કેટલા નાણાની  બચત કરવી જોઈએ તે નક્કી કરો. તમારી જરૂરતો અનુસાર ઉત્તમ અનુરૂપ નિયોજન શોધી કાઢો અને નિયમિત અને ચુસ્ત રીતે બચત શરુ કરો. તમારા દરેક નાણાકીય લક્ષ્યમાં તેનું પાલન કરો.
પગલું 4 : સમીક્ષા કરો અને અપડેટ કરો.
 
       તમારા વીમા પોર્ટફોલિયોની સમીક્ષા અત્યંત મહત્વપૂર્ણ છે. તમારે કેટલો વીમો લેવો જોઈએ તે તમારે માથે જોખમ કેટલું છે તેની પર આધાર રાખે છે. જો એક વ્યક્તિ પરણી જાય , તેની જવાબદારીઓં વધે તેન તેમનું જોખમ પણ વધે છે. આથી બદલાતા જીવનના સંજોગો અનુસાર વારંવાર સમીક્ષા કરવી અને બચતો વધારવી તે મહત્વપૂર્ણ છે. આપણા  જીવનમાં અમુક તબક્કા એવા આવે છે જયારે આપણે  આપણા  વીમા પોર્ટફોલીયોની સમીક્ષા કરવાનું આવશ્યક બની જાય છે. આ તબક્કામાં લગ્ન, બાળકનો જન્મ, પ્રમોશન , પગારવધારો , અચાનક આવેલા નાણાં , મંદી , મોઘવારી , નવું સાહસ ખેડવું , લાયેબીલીટી  વધવી વગેરે.
       હવે  તમારા નાણાકીય લક્ષ્યો કઈ રીતે હાસલ કરવા અને તમારા ગ્રાહોકોને  તે હાસલ કરવામાં કઈ રીતે મદદરૂપ થવું તે તમે જાણી  ગયા છો ત્યારે તમારે હમણા થીજ તેની શરૂઆત કરીને તમારું જીવન સુરક્ષિત બનાવી દેવું જોઈએ. જ્યેષ્ઠ નાગરીકો  ભારતમાં મોટા ભાગના પ્રદેશોમાં બોજરૂપ માનવામાં આવે છે. જોકે સારા સમાચાર એ છે કે આ સ્તીથી બદલાઈ શકે છે, જો સૌ કોઈ મળીને દરેક નાગરિકોને તેમની   વૃદ્ધાવસ્થા ને નાણાકીય સુરક્ષિત બનવામાં મદદરૂપ થાય.
       કડવી વાસ્તવિકતા એ છે કે માનવી જીવન વૃદ્ધાવસ્થા , રોગ અને મૃત્યુ  એમ ત્રણ પાસાથી ઘેરાયેલી છે, જે દરેકને લાગુ થાય છે. તમે તેમાંથી છટકી નહી શકો , પરતું હા , જો તમે જીવનના તે તબક્કાઓ માટે અગાઉથી જોગવાઈ કરી રાખો તો તમારું જીવન પરિપૂર્ણ માણી  શકો છો એમાં શંકા ને કોઈ સ્થાન નથી.
તમારો શુભચિંતક  L.I.C.  એડવાઈઝર 

ક્રિષ્ના  અશ્વિનભાઈ મિસ્ત્રી
મો. 9824 909996

  
  
                    

    
                  
                    

    No comments:

    Post a Comment