Saturday, May 17, 2014

માતાના નિધન 
પછી સંઘર્ષ 
   તે મધર્સ  ડે  હતો. રોઝ તેની ત્રણ પુત્રી સાથે ઘર નજીક બીચ પર ફરવા ગઈ હતી. ગત વર્ષની ટ્રીપ દરમ્યાન રોઝે પગમાં સહેજ દર્દની ફરિયાદ કરી હતી. આ પછી દર્દ અસહ્ય બનતા તે હોસ્પીટલમાં ગઈ , જ્યાં ડોકટરે તેને નિરીક્ષણ હેઠળ રાખી હતી. બીજા દિવસે સવારે તેની મોટી પુત્રી જુલી (20) એ તેને  કોલ આવ્યો જેમાં એવી માહિતી અપાઈ કે તેની માતાનું પલ્મોનરી એમ્બોલીઝમ થી નિધન થયું છે.
   હવે જીવનવીમા નો પણ આધાર ન હોવાથી માતાનું નિધન થતાજ પુત્રીઓની મુશ્કેલીઓ શરુ થઇ. રોઝ વસ્ત્રોની કંપની માં અકાઉનટ્સ વિભાગમાં નોકરી કરતી હતી, પરંતુ નિધન થયું ત્યારે તેની પાસે કોઈ કામ ન હોતું.  તેના બેંક ખાતામાં ફક્ત રૂ. 15,000 હતા. જુલીએ ફેશન બુટીક માં પાર્ટ - ટાઇમ  કામ શરૂ  કર્યું હતું, પરંતુ તેના પગારમાંથી પણ માંડ ઘર હતું.
   રોઝના નિધનના એક સપ્તાહ પછી વીજ અને ફોન સેવાઓની નોટીસો આવી. બેંક રોજ તેમના પુલ સાથેના ત્રણ બેડરૂમમાં ગીરવે મુકેલા ફ્લેટની લોન ચુકવવા માટે રોજ કોલ કરતી હતી. મહિનાને અંતે પુત્રીઓએ  ચર્ચ પાસેથી મળેલી ધર્માદાની રકમની મદદથી ભાડા પર નાનું ઘર લઇ લીધું. હવે જુલીને આ ભાડું અને નાની બહેનની સંભાળ  રાખવા માટે સંપૂર્ણ  સમય કામ કરવાનું હતું.
   નવું જીવન જુલીની પરીક્ષા લેતું હતું. તેને સમ્પૂર્ણ સમય કામ કરવાની ફરજ પડવાને લીધે ફેશન ડીઝાઈનીંગ નો કોર્ષ પણ અધવચ્ચે છોડી દેવો પડ્યો , કારણકે તેની બંને  બહેનો હજુ ભણતી હતી. આને કારણે  ફેશનડિઝાઈનર બનવાનું તેનું સપનું પણ ચુર થઈ  ગયું હતું. તે બેચેન રહેતી , આવી ગરીબ જીવનશૈલીથી ચિંતિત રહેતી હતી. 
   આજે તે 35 વર્ષની છે અને લગ્ન કરવાનો વિચાર પણ જતો કર્યો છે. હવે તેના જીવનનું એક જ લક્ષ્ય છે, બંને  બહેનોને ભણાવવી , તેમની કારકિર્દીનું સપનું સાકાર કરવું અને તેમને વાલીની ઈચ્છા મુજબ પરણાવવી.  જો માતાએ જીવનવીમો લીધો હોત તો અમારે ઘર વેચવું પડ્યું ન હોત અને દેવું ચૂકવવાનો વારો આવ્યો ન હોત. અમારે આટલો સંઘર્ષ કરવાનો વારો આવ્યો ન હોત, એવું તેની અન્ય બહેન બ્રિટની કહે છે.  
 

No comments:

Post a Comment